નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ramnath Kovind) , વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) , અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) સહિત અનેક રાજકીય હસ્તિઓએ આજે નવા વર્ષ પર દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. વડાપ્રધાને ટ્વીટ કરીને કહ્યું કે વર્ષ 2020 શાનદાર રહે. આ વર્ષ ખુશી અને સમૃદ્ધિભર્યુ રહે. તમામ લોકો સ્વસ્થ રહે અને તમામની આકાંક્ષાઓ પૂરી થાય. તમને બધાને વર્ષ 2020ની હાર્દિક શુભકામનાઓ.
સેનાના ત્રણેય અંગોને મજબુત બનાવીશું: CDS જનરલ બિપિન રાવત
नव वर्ष की हार्दिक बधाई एवं शुभकामनाएं।
नव वर्ष 2020 के आगमन तथा नए दशक की शुरुआत के अवसर पर हम सब अपनी इस प्रतिबद्धता को दुहराएं कि हम एक मजबूत और विकसित भारत का निर्माण करने के लिए एकजुट होकर आगे बढ़ेंगे।
मेरी कामना है कि नया वर्ष, आप सभी के जीवन में खुशहाली और समृद्धि लाए।
— President of India (@rashtrapatibhvn) January 1, 2020
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ દેશવાસીઓને ઈશુના નવા વર્ષની શુભકામનાઓ પાઠવી. કોવિંદે ટ્વીટ કરીને કહ્યું કે નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ તથા શુભકામનાઓ. નવા વર્ષ 2020નું આગમન તથા નવા દાયકાની શરૂઆતના અવસર પર આપણે બધા પોતાની આ પ્રતિબદ્ધતાને દોહરાવીએ કે આપણે એક મજબુત અને વિક્સિત ભારતના નિર્માણમાં એકજૂથ થઈને આગળ વધીશું. રાષ્ટ્રપતિએ કહ્યું કે મારી કામના છે કે નવું વર્ષ, તમારા બધાના જીવનમાં ખુશહાલી અને સમૃદ્ધિ લાવે.
Happy New Year 2020: ભારત સહિત દુનિયાભરમાં નવા વર્ષની ઉજવણીના 7 ધમાકેદાર VIDEO જુઓ
આ VIDEO પણ ખાસ જુઓ...
રાહુલ ગાંધીએ પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટથી ટ્વીટ કરીને કહ્યું કે તમને બધાને નવું વર્ષ મુબારક. તમારું વર્ષ શાનદાર રહે, વર્ષ 2020નું સ્વાગત છે.
Have a wonderful 2020!
May this year be filled with joy and prosperity. May everyone be healthy and may everyone’s aspirations be fulfilled.
आप सभी को साल 2020 की हार्दिक शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) January 1, 2020
તેમની બહેન અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી. કહ્યું કે તમને બધાને નવું વર્ષ ખુબ ખુભ મુબારક રહે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે